Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

તમે જાણો છો બિસ્કીટ ઉપર ડીઝાઈન કેમ હોય છે?

નાસ્તામાં મોટા ભાગના લોકો બિસ્કીટ ખાતા હોય છે. તમે પણ અવશ્ય ખાધા જ હશે, પરંતુ તમે કયારેય વિચાર્યું છે કે બિસ્કીટ નાના-નાના કાણા બનાવવામાં આવે છે , તે વાસ્તવમાં શેના માટે હોય છે? મોટા ભાગના લોકો કહે છે કે તે બિસ્કીટની ડીઝાઈન છે. પરંતુ, વાસ્તવમાં આ સાચુ નથી.

ખાસ કરીને ક્રીમવાળા અને સોફટ બિસ્કીટ ઉપર આવા કાણા જોવા મળે છે. બિસ્કીટમાંથી વરાળ કાઢવા માટે આવા કાણા કરવામાં આવે છે.

 બિસ્કીટ બનાવતી વખતે પહેલા તેની અંદર ક્રિમ ભરવામાં આવે છે. તે દરમિયાન તે ગરમ થાય છે અને પછી તેની ઉપરથી બિસ્કીટ રાખવામાં આવે છે. અંદરથી વરાળ નીકળવાની જગ્યા હોય તો બિસ્કીટ તૂટી જશે અને તેને મેનેજ કરવું મુશ્કેલ થશે.

 

(9:44 am IST)