Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

અમેરિકાના ઓકલામમાં હુમલો કરનાર બંદૂકધારીની ધરપકડ

 

નવી દિલ્હી: અમેરિકામાં ગન કલ્ચરે વધુ જણાનો ભોગ લીઘો હતો. ઓકલાહોમામાં આજે પાંચ બાળકો સહિત જણાની એક અજાણ્યા બંદુકધારીએ હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે બંદુકધારીની ધરપકડ કરી હતી. તુલ્સાની દક્ષિણપૂર્વ 72 કિમી દૂર મુસ્કોગી ખાતે બપોરે દાઢ વાગે ગોળીબારની ઘટના બની હોવાનું પોલીસને ફોમ મળતા તરત પોલીસ ટીમ ઘટના સૃથળે ધસી ગઇ હતી, એમ પોલીસે એક યાદીમાં કહ્યું હતું. ઘટના સૃથળે પહોંચ્યા પછી ઘરમાંથી એક વ્યક્તિને બંદુક સાથે બહાર નીકળતા જોઇ પોલીસે તરત સજ તેની ધરપકડ કરી હતી. ઘટના સૃથળે પહોંચેલી પોલીસ ટીમને ઘરમાં ચાર બાળકો સહિત પાંચના મૃત્ય મળ્યા હતાહોસ્પિટલ ખસેડાયા પછી પાંચ બાળકો મોતને ભેટયા હતા. એક મહિલાને પણ દવાખાને ખસેડાઇ હતી જેને ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસ અને હોસ્પિટલના સત્તાવાળાઓએ કહ્યું હતું કે મહિલાની તબીયત ખુબ ગંભીર હતી. દરમિયાનમાં એફબીઆઇએ કહ્યું હતું કે તેની ટીમ ફ્લોરીડાના સનરાઇઝમાં વોરંટ બજાવવા ગઇ ત્યારે તેના પર ગોળીબાર થયો હતો જેમાં બે એજન્ટના મોત થયા હતા જ્યારે ત્રણને ઇજા થઇ હતી.

(4:26 pm IST)