Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કોરોના વેક્સિનને સ્ટોરેજ કરવા નહીં જરૂર પડે કોલ્ડ સ્ટોરેજની:ટૂંક સમયમાં આવી શકે છે અલ્ટ્રડીપ ફ્રિઝર

નવી દિલ્હી: કોરોના વેકસીન માટે કોલ્ડ સ્ટોરેજ મહત્વની જરૂરિયાત છે પણ હવે ટુંક સમયમાં કોરોના વેકસીન રાખવા માટે અલ્ટ્રડીપ ફ્રીઝર જેવા સ્ટોરેજની જરૂર નહીં પડે. અમેરિકાની સ્ટેન્ડ ફોર્ડ વિશ્ર્વ વિદ્યાલય એવી કોરોના રસી તૈયાર કરી રહ્યું છે, જેને રાખવા અને લાવવા-લઈ જવા કોલ્ડ સ્ટોરની જરૂર નહીં પડે. રસી સામાન્ય તાપ પર પણ ખરાબ નહીં થાય.સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયે જણાવ્યું હતું કે તે ખાસ રીતે વિકાસશીલ અને ગરીબ દેશો માટે રસી બનાવી રહ્યા છે જયાં મોંઘા ફ્રીઝર જેવા પૂરતા સાધનો નથી.અગ્રણી સંશોધક પીટર કીમનું કહેવું છે કે રસીનો એક ડોઝ કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપશે. અત્યાર સુધીની કોરોના રસી બે ડોઝની છે.

             વિશેષજ્ઞો માને છે કે એક ડોઝની કોરોના રસી વધારે કીફાયતી અને સુવિધાજનક રહેશે તેને મોટી વસ્તીમાં આપીને સંક્રમણ પર કાબૂ મેળવી શકાશ.પીટર કીમ જણાવે છે કે મોડર્ના અને ફાઈઝરની રસીને શૂન્યથી માઈનસ 70 ડીગ્રી ઓછા તાપમાન વાળા અલ્ટ્રા ડીપ ફ્રીઝરની જરૂર પડે છે. કારણ કે વાઈરસના કમજોર રૂપના સ્પાઈક પ્રોટીન બનાવવા માટે તેના નાજુક આનુવાંશિક નિર્દેશોને મેસેન્જર-આરએનએના માધ્યમથી પહોંચવાનું હોય છે. મેસેન્જર- આરએનએ વાળી રસીના ઉપયોગ પહેલા ખૂબ ઠંડા તાપ પર સક્રીય રાખી શકાય છે.સંશોધક કીમે જણાવ્યું હતું કે મોટે ભાગે કોરોના રસી બનાવવામાં વાઈરસના કમજોર રૂપનો ઉપયોગ કરાયો છે. તેને શરીર પર ઉજાગર કરીને વાઈરસ સામે પ્રતિકારશક્તિનું નિર્માણ કરે છે, તેની વિરુદ્ધ સ્ટેન ફોર્ડ વિશ્વ વિદ્યાલયની રસીમાં કોરોના વાઈરસના 'સ્પાઈક પ્રોટીન'નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે શરીરમાં પ્રતિરક્ષા પ્રતિ ક્રિયાનો સંકેત આપે છે.

(4:25 pm IST)