Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સાઉદી અરેબિયાએ ભારત - પાકિસ્તાન, અમેરિકા સહીત 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો

નવી દિલ્હી: સાઉદી અરેબીયાએ ભારત-પાકિસ્તાન, અમેરિકા સહિત 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. કોરોનાના સંક્રમણ તથા નવા સ્ટ્રેનનો પગપેસારો રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને સાઉદી અરેબીયાએ 20 દેશોની વિમાની સેવા સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબીયાની નાગરીકતા ધરાવતા લોકો પ્રવેશ કરી શકશે. રાજદ્વારી-તબીબો માટે છૂટછાટ આપવામાં આવી છે. આજથી આદેશ લાગુ કરવામાં આવ્યો છે. જે 20 રાષ્ટ્રો સાથે વિમાની સેવા સ્થગીત કરવામાં આવી છે તેમાં સંયુક્ત આરબ અમીરાત, જર્મની, અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, ઈજીપ્ત, લેબનન, આર્જેન્ટીના, ઈન્ડોનેશીયા, આયરલેન્ડ, ઈટલી, બ્રાઝીલ, તુર્કી, પોર્ટુગલ, સ્વીડન, જાપાન અને ભારત છેસતાવાર વર્તુળાએ કહ્યું કે ગત 21 ડિસેમ્બરથી વિમાની સેવા સ્થગીત કરાયા બાદ 4 જાન્યુઆરીથી ફરી છૂટ મુકવામાં આવી હતી. હવે નવા સ્ટ્રેનનું જોખમ વધવા લાગ્યુ છે એટલે નવેસરથી 200 દેશો પર નિયંત્રણો મુકાયા છે. સાઉદી અરેબીયામાં અત્યાર સુધીમાં 3.68 લાખ કેસો થયા છે તેમાંથી 6383ના મોત થયા છે.

(5:27 pm IST)