Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દક્ષિણ કોરિયામાં આ અનોખી થેરાપી અપનાવી મહિલા બને છે સુંદર

નવી દિલ્હી: દુનિયાભરમાં સુંદરતા વધારવા માટે જાત જાતના નુસ્ખા અજમાવવામાં આવતા હોય છે. શું તમે જાણો છો કે સુંદરતા વધારવા માટે દુનિયામાં એક ખુબ જ અજીબોગરીબ થેરપી (Slap Therapy) પ્રચલિત છે. જેમાં લાફો મારીને લોકોની સુંદરતા વધારવામાં આવે છે. આ સ્લેપ થેરપી (Slap Therapy) ના નામથી ઓળખાય છે. જે દક્ષિણ કોરિયામાં ખુબ પ્રચલિત છે.

સ્લેપ થેરપીનો ઉપયોગ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સેંકડો વર્ષોથી કરતી આવી છે. જેમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે પોતાના ગાલ પર રોજ 50 થપ્પડ ખાય છે. કહેવાય છે કે આ થેરપીથી ત્વચામાં નિખાર આવે છે અને મહિલાઓ પહેલા કરતા વધુ સુંદર થઈ જાય છે. જો કે સ્લેપ થેરપીનો અર્થ એ નથી કે કોઈને જોરદાર થપ્પડ મારો. તેમાં ખુબ જ આરામથી અને હળવા હાથે ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. આ થેરપીનો ઉપયોગ મહિલાઓ સ્વયં પોતાના હાથેથી પણ કરી શકે છે. સમજી લો કે તમારે તમારા હાથથી તમારા બંને ગાલને જોરથી થપથપાવાના રહેશે. ભલે આ થેરપી દક્ષિણ કોરિયામાં પ્રાચીનકાળથી પ્રચલિત છે પરંતુ ધીરે ધીરે સમગ્ર દુનિયામાં આ થેરપી ફેલાઈ રહી છે.

(5:56 pm IST)