Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઉત્તર કોરિયાએ 10 મિસાઈલ છોડતા દક્ષિણ કોરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ બુધવારે એક પછી એક ૧૦ જેટલી મિસાઇલો છોડી હતી જેમાંથી એક દક્ષિણ કોરિયાની જળસીમામાં પડી હતી. આ ઘટનાના દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિએ સીમાનું ઉલ્લંઘન જણાવી આક્રમણ ઠેરવ્યું હતું અને પોતાના દેશના એક પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ યુંગ સુક યોલે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના આ પગલાં આક્રમણ સમાન છે અને તેમણે ઉલ્લેંગડું પ્રાંતમાં એલર્ટ જાહેર કર્યું હતું. ઉત્તર કોરિયાની મિસાઇલો હવામાં આવતા જ ઉલ્લેંગડું પ્રાંતમાં મિસાઈલ એલર્ટ સાયરન વાગી હતી અને લોકોને જમીનની અંદર બંકરમાં ઘૂસી જવા ચેતવણી આપવામાં આવી હતી બન્ને દેશો છૂટા પડ્યા પછી ૧૯૫૩માં યુદ્ધ ખતમ થયું હતું. આ યુદ્ધ પૂર્ણ થયા પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાની મિસાઈલ દક્ષિણ કોરિયાની જળસીમા ઓળંગી હોય તેવો આ પ્રથમ બનાવ છે. ટુંકી દુરી સુધી મારણ કરી શકે એવી આ બેલાસ્ટિક મિસાઈલ ઉલ્લેંગડું નજીકની જળસીમામાં પડી હતી. આ જળસીમા ઉત્તર અને દક્ષિણ કોરિયાને આ વિસ્તારમાં અલગ પાડે છે.

(5:39 pm IST)