Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઇન્ટરનેટ પર ફેલાતા ખોટા સમાચારો લોકો તપાસ કર્યા વગર સ્વીકારી લેતા હોવાનું સંશોધન

નવી દિલ્હી: ઇન્ટનેટ પર ઘણા ખોટા અને અસ્પષ્ટ સમાચારો ચલાવવામાં આવે છે અને લોકો તપાસ કર્યા વગર માની લે છે કે તે સમાચાર સાચા છે. આવી એક સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'સંસ્કૃત કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય ભાષા છે.' કદાચ તમે પણ સમાચાર ઇન્ટરનેટ પર જોઈ હશે. કમ્પ્યૂટરમાં સંસ્કૃતના ઉપયોગ અંગેનું પ્રમાણ આપવાની વાત તો બહુ દુર છે, ફેક ન્યૂઝમાં હજુ સુધી પણ જણાવવામાં આવ્યું નથી કે સંસ્કૃત ભાષા કમ્પ્યૂટર કોડિંગ અને પ્રોગામિંગ માટે કઈ રીતે યોગ્ય છે. ઍપ્લિકેશન સૉફ્ટવેયર બનાવવા માટે કમ્પ્યૂટરની ભાષામાં કોડિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને કારણોસર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સંસ્કૃત ભાષા કોડિંગ માટે અથવા તો કમ્પ્યૂટરને કમાન્ડ આપવા માટે સૌથી યોગ્ય ભાષા છે.

(5:42 pm IST)