Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ચીનની વિડીયો એપ્લિકેશન 'ટિક્ટોક' વિરુદ્ધ અમેરિકાએ તપાસ શરૂ કરી

નવી દિલ્હી: અમેરિકી સરકારે ચીનની વીડ્યો એપ્લિકેશન ટિક્ટોકની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા તપાસ શરૂ કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. સરકારી સમાચાર એજ્નસી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અમેરિકામાં વિદેશ નિવેશ પર અંતર એજન્સી સમિતિ સીએફઆઇયુએસએ આ એક  તપાસ શરૂ કરી હતી.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘણા સાંસદોએ ટિક્ટોકની સેન્સરશીપ અને તેના ડેટા એકત્ર કરવા પર સવાલ ઉભા કર્યા હતા  વિત્ત વિભાગે જણાવ્યું છે કે આ વિશિષ્ટ મામલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

(11:51 pm IST)