Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લાંબો સમય ભુખ્યા રહેવુ માનસિક વિકાસ માટે જોખમરૂપ

નવા રિસર્ચનું ગજબનાકનું તારણ

નવી દિલ્હી,તા.૨: ભુખની પ્રત્યક્ષ રીતે તો અસર થાય જ છે સાથે સાથે તે પરોક્ષ અને લાંબાગાળાની અસરો પણ ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોએ આ વાતનો ખુલાસો પહેલીવાર કર્યો છે. તેમના અનુસાર, ભુખની અવસ્થામાં સતત રહેવાથી બાળકોનો માનસિક વિકાસ રૃંધાય છે.

આ તારણ પર પહોંચવા માટે રીસર્ચરોએ દુનિયાભરના માનસિક વિકાસના આંકડાઓનું અને ઘટના ક્રમોનું ઉડું વિશ્લેષણ કર્યું છે. આના આધારે ભુખને અને માનસિક વિકાસને સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

રિસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે માનસિક વિકાસ રૃંધાવવાનું મુખ્ય કારણ ભુખના કારણે પૌષ્ટીક આહાર મગજ સુધી ન પહોંચવાનું છે. આના લીધે પૌષ્ટીકતાના આભાવમાં મગજ નબળુ પડતુ જાય છે.

ખરેખર તો માનવ સહિત કોઇ પણ પ્રાણીના મગજમાં ઉર્જા એક પરિષ્કૃત સ્વરૂપે વપરાતી હોય છે. માનવ મગજમાં આ પરિષ્કૃત ઉર્જાનો વપરાશ અન્ય પ્રાણીઓની સરખામણીમાં વધારો થાય છે. આ ઉર્જા દરેક વ્યકિતને તેના ભોજનના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે.

રીસર્ચરોએ આના માટે પોતાના સર્વેક્ષણમાં જન્મ પહેલાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે. જન્મથી પહેલા માનસિક વિકાસના રોગથી પીડીત મોટાભાગના બાળકોમાં ભુખનો અભાવ ગર્ભમાં હોવા દરમ્યાન જ જોવા મળી છે.

રીસર્ચમાં એ પણ જાણવા મળ્યુ કે શરીરને જ્યારે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર નથી મળતો ત્યારે મગજને શકિત પ્રદાન કરતી કોશિકાઓ પોતાનું કામ કરવાનું ઘટાડી દે છે. કામ કરવાની ગતિ ઘટવાથી મગજનો વિકાસ રૃંધાવા લાગે છે.

(4:08 pm IST)