Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દૂધ અને દૂધની પ્રોડકટસ છોડશો તો ડાયાબિટીઝ ન થવાના ચાન્સ હજી વધારે

નવી દિલ્હી તા ૦૨ : જો તમારા પરિવારમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝનો વારસો આગળ ધપતો હોય તો આ મહા  રોગની ચુંગાલમાંથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તાજેતરમાં લંડનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે શાકાહાર ઉપરાંત વીગન ડાયટ અપનાવવાથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝનું જોખમ ખૂબ જ ઘટી જાય છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ મુજબ ૨૦૪૦ ની સાલ સુધીમાં વિશ્વમાં ૬૪.૨૦ કરોડ લોકો ડાયાબિટીઝની ચપેટમાં આવી જશે. પૃથ્વી થતાં ૧૫ ટકા મૃત્યુઓમાં ડાયાબિટીઝનો ફાળો હોય છે. ૨૦૧૫ માં ૬૦ વર્ષથી નાની ઉંમરના પચાસ લાખ લોકો ડાયાબિટીઝના કારણે મોતને શરણે થયા હતા. યુનિવર્સિટી ઓફ લંડનના નિષ્ણાંતોનું કહેવું છે કે ફળો, શાકભાજીપ ડ્રાયફ્રૂટ્સ, દાળ-કઠોળ, તેલિબીયા અને અનાજથી ભરપૂર ખોરાક લેવાથી ટાઇપ-ટૂ ડાયાબિટીઝનું રિસ્ક ખુબ જ ઘટી જાય છે. જે લોકો શાકાહારી જીવનશૈલીમાં વીગન ડાયટનો પણ ઉમેરો કરે છે એટલે કે દૂધ અને દૂધમાંથી બનથી પ્રોડકટ્સનો પણ ત્યાગ કરે છે તેમનેડાયાબિટીઝ ટાઇપ-ટૂ અને કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ થવાની સંભાવનાઓ ઘટેછે. ટાઇપ-ટૂ ડાયાબિટીઝ માટે સાઇકોલોજિકલસ્ટ્રેસ પણ જવાબદાર માનવામાં આવે છે. વનસ્પતિજન્ય અને ફાઇબરથી ભરપૂર ખોરાક જ લેવાથી માનસિક સ્વાસ્થય પણ સુધરે છે જે આડકતરી રીતે ડાયાબિટીઝનું  રિસ્ક ઓછું કરે છે.

(11:49 am IST)