Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દુનિયાનું પ્રથમ મહિલા પ્રાઇવેટ પાર્ટ્સ મ્યુઝીયમ તૈયાર: નવેમ્બરમાં થશે ઉદ્ઘાટન

નવી દિલ્હી: લંડનમાં એક અનોખું મ્યુઝીયમ ખુલવા જઈ રહ્યું છે જેની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે દુનિયાના પહેલા આ મહિલા પ્રાઇવેટ પાર્ટ્સ  મ્યુઝીયમનું નામ છે વજાઈના મ્યુઝીયમ.આ દુનિયાનું પહેલું એવું મ્યુઝીયમ છે જે 16 નવેમ્બરના રોજ ખોલવામાં આવશે.આ મ્યુઝીયમની ફાઉન્ડર ફ્લોરેંસ શેકટર છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મ્યુઝીયમને બનાવવા માટે 44 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ પૈસા ફ્લોરેસે ક્રાઉડફંડિગની મદદથી એકત્ર કર્યા હોવાની માહિતી મળી રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ વિષય પર ખુબજ ચર્ચા થઇ રહી છે.

(6:27 pm IST)