Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ચાર્જિંગમાં મૂકેલો સ્માર્ટફોન ફાટતાં ૧૪ વર્ષની ટીનેજરનો જીવ ગયો

મોસ્કો,તા.૨:પથારીમાં સાથે ફોન લઈને સૂવાની આદત કેટલી જોખમી છે એ કઝાખસ્તાનમાં બનેલી આ દ્યટનાથી સમજી શકાય એમ છે. બેસ્ટોબ ગામમાં રહેતી અલુઆ અબ્ઝાલબેક નામની ૧૪ વર્ષની કન્યા રાતે ગીતો સાંભળતાં- સાંભળતાં સૂવાની આદત ધરાવતી હતી. તે રાતે ગીતો સાંભળવા માટે ફોન પથારીમાં લઈને સૂતી હતી અને બીજા દિવસે સવારે તેના પરિવારજનોને મૃત અવસ્થામાં મળી આવી હતી. તે જે સ્માર્ટફોન પર ગીત સાંભળતી હતી એની બેટરી ફાટેલી હતી અને એ તેના માથા નજીક  જ ફાટીહોવાથી ત દ્યટનારથળે જ મૃત્યુ પામાં હતા. એ વખતે પણ ફોન ચાર્જિંગમાં લાગેલો હતો. તેના પેરન્ટ્સ શરૂઆતમાં તો માનવા તૈયાર જ નહોતા કે ફોન ફાટવાને કારણે દીકરી મૃત્યુ પામી છે, પરંતુ જયારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ત્યારે એમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. ઓવરહીટિંગને કારણે ફોનની બેટરી ફાટી હતી અને આ બ્લાસ્ટ એટલો ભયાનક અને તેના મગજની નજીક થયો હતો કે તે ઊંદ્યમાં જ મૃત્યુ પામી હતી. તે કઈ કંપનીનો ફોન વાપરતી હતી એ જાણવા મળ્યું નથી.

(11:44 am IST)