Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

હવે ઇશારાથી કન્ટ્રોલ થશે વિડિયો ગેમની કાર

લંડન તા. રઃ સ્વિટ્ઝરલેન્ડમાં સંશોધકોએ એવી ટેકનોલોજી તૈયાર થઇ રહી છે જેનાથી વિડિયો ગેમ રમવા માટે તમારે હાથ-પગ હલાવવાની પણ જરૂર નહીં પડે. માત્ર તમારા મગજના વિચારો દ્વારા એ કન્ટ્રોલ થશે. જે વ્યકિત આપમેળે પોતાના શરીરનું હલનચલન કરવાની ક્ષમતા ન ધરાવતી હોય તે પણ પોતાના મગજનો ઉપયોગ કરીને ઇશારા દ્વારા વિડિયો ગેમ રમી શકશે. આ પ્રોગ્રામનું નામ બ્રેઇન ડ્રાઇવર રાખવામાં આવ્યું છે. એની ટ્રાયલ કેટલાક એવા લોકો પર કરવામાં આવી છે જેના બન્ને હાથ અને પગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત હોય. સેમ્યુઅલ કુંજ એમાંના એક વોલન્ટિયર છે જે આ બ્રેઇન ડ્રાઇવર ઓપરેટ કરે છે. આ ગેમ માટે ગેમરના માથા પર ખાસ ઇલેકટ્રોડ લગાવવામાં આવે છે જેનો બીજો છેડો કમ્પ્યુટર સાથે લગાવેલો હોય. જેનું આખું શરીર લકવાગ્રસ્ત હોય, પણ મગજ ચાલતું હોય એવી વ્યકિત પણ મગજને એકાગ્ર કરીને આ ગેમ રમી શકે છે.

(3:39 pm IST)