Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભારે વરસાદમાં પણ માથાનો દુખાવો થઇ શકે

નવી દિલ્હી તા ૨ સખત ઉનાળામાં વરસાદ આવે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય છે. પણ ભણા લોકો એવા પણ જોવા મળે છે જેમને ભારે વરસાદ વખતે એકાએક માથું દુઃખવા માંડે છે. આ માટે હવાનું દબાણ કારણભૂત હોવાનું એક રિસર્ચમાં બહાર આવ્યું છે. અમેરિકાના બોસ્ટન શહેરમાં આ માટે આશરે ૭૦૦૦ લોકો પર સાત વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો. રિસર્ચરોએ જણાવ્યું હતું કે જેમ પહાડ પર ચડતી વખતે હવાનું દબાણ ઓછું થવાથી માથું દુખવા માંડે છે એમ ભારે વરસાદ બાદ પણ હવામાં દબાણ ઓછું થાય છે અને એતની અસર સાઇનસમાં થાય છે. આના કારણે માથામાં દુખાવો જોવા મળે છે.

(4:31 pm IST)