Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લગ્ન પછીના અનૈતિક સંબંધથી સ્ત્રીને વધારે ખુશી મળે છે

રિસર્ચમાં થયા ખુલાસા

નવીદિલ્હી, તા.૨: દ્યણાં કિસ્સામાં એવું સાંભળવા મળે છે કે, પુરુષોના એકસ્ટ્રા મેરિચ્યુઅલ અફેર્સ એટલે કે લગ્નેત્ત્।ર સંબંધોના કારણે દ્યરમાં કંકશ થતી હોય છે પણ એક રિસર્ચમાં સામે આવેલી વાત પુરુષોની વાતો સાંભળીને વિશ્વાસ કરતા લોકોને ઝાટકો લાગશે. કારણ કે, લગ્ન બહારના સંબંધમાં પુરુષો કરતા સ્ત્રીઓને વધારે ખુશી મળે છે અને આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

અમેરિકાની મિસૌરી ટેસ્ટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અલિસિયા વોકરે હાલમાં જ એક રિસર્ચ કર્યું કે જેમના લગ્ન પછી પણ બહાર અન્ય વ્યકિત સાથે સંબંધો હતા.

આ સર્વેની લિંક એલિસિયાએ એશ્લે મેડિસનના લગભગ ૧,૦૦૦ યુઝર્સને મોકલી. આ સ્ટડીમાં સામે આવ્યું કે જે મહિલાઓના એકસ્ટ્રા-મેરિચ્યુઅલ અફેર હતા, તે એ પુરુષો કરતા વધારે ખુશ અને સંતુષ્ટ હતી, જેમણે પોતાના પાર્ટનરને દગો આપ્યો હોય. શોધમાં સામે આવ્યું કે, દગો દેનારી ફીમેલ પાર્ટનર પર લાંબા સમય સુધી ખુશ અને સંતુષ્ટીનો પ્રભાવ રહે છે, જેમણે અઠવાડિયામાં એક કે બે વખત સેકસ માણ્યું હોય.

રિસર્ચ મુજબ, પોતાના પાર્ટનર સાથે ચિટિંગ કરવામાં એક સ્ત્રીને ત્યારે જ ખુશી મળી શકે જયારે તે પોતાની મેરેજ લાઈફમાં ખુશ હોય અને તેમાં પણ સંતુષ્ટિનું લેવલ ત્યારે વધી જાય છે, જયારે એકસ્ટ્રા-મેરિચ્યુઅલ અફેરની પાછળનું કારણ માત્ર સેકસ હોય.

એકસપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પરણેલા લોકો પાર્ટનર માટે વધારે ઓનલાઈન સર્ચ કરે છે જેથી તેઓ પોતાની એ જરુરિયાતોને પૂર્ણ કરી શકે, જે તેમના પાર્ટનર દ્વારા નથી કરાતી. આવામાં મોટાભાગના અફેર્સ માત્ર અને માત્ર સેકસ્યુઅલ હોય છે.

(4:29 pm IST)