Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોરોનાના કારણોસર ઇંગ્લેન્ડે પીએચડી કરી રહેલ વિદેશી સ્ટુડન્ટોના પોસ્ટ સ્ટડી વિઝાની મર્યાદા વધારતા ભારતીય વિદ્યાર્થીઓને થશે ફાયદો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડે પીએચડી કરી રહેલા વિદેશી ખેલાડીઓના પોસ્ટ સ્ટડી વિઝાની સમયમર્યાદા લંબાવતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઈંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનો એક મોટો વર્ગ છે. ઈંગ્લેન્ડે ઉપરાંત તેની વિઝાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે.

          સંશોધન અને વિકાસના વિસ્તૃત ભાવિ આયોજનની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડની સરકારે આંતરરાષ્ટ્રીય સ્નાતકો ઈંગ્લેન્ડમાં કૌશલ્યસભર નોકરી સલામત કરી શકે અને તેના થકી ઈંગ્લેન્ડના આર્થિક વિકાસમાં મદદરૂપ બની શકે તે માટે વિઝાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છેઈંગ્લેન્ડની સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમારા નવા નિયમ અનુસાર વર્ષ ૨૦૨૧માં પોતાનું પી.એચ.ડી. પુરૂ કરનારા વિદેશી વિદ્યાર્થીઓે તેમનો અભ્યાસ પૂરો થયા બાદ ત્રણ વર્ષ ઈંગ્લેન્ડમાં રહી શકશે અને કામ કરી શકશે.

(6:08 pm IST)