Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં થયેલ બોંબ હુમલામાં તાલિબાન-અફઘાન સેનાએ એકબીજાને જવાબદાર ગણાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના મિશને કહ્યું હતું કે હેલમંડ પ્રાંતમાં ચાલુ સપ્તાહે એક ભરચક બજારમાંઅફઘાન સેનાએ ભુલથી મોર્ટરા ફાયર કરતાં નાગરિકો મોટી સંખ્યામાં માર્યા ગયા હતા,એવું અમારી તપાસમાં જાણવા મળ્યું હતું.

           અફઘાનિસ્તાનમાં યુએન આસિસ્ટન્સ મિશને કરેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે 'અનેક વિશ્વાસપાત્ર સ્ત્રોતો' દ્વારા જાણવા મળ્યું હતું કે તાલીબાનોએ કરેલા ફાયરિંગના જવાબમાં અફઘાની સેનાએ મોર્ટાર ફાયર કર્યા હતાજો કે તેઓ નિશાન ચૂકી ગયા હતા પરિણામે ૨૩ નાગરિકો માર્યા ગયા હતા.એનો એક અર્થ થયો કે વખતે ત્યાં તાલીબાનો અને અફઘાન સેના વચ્ચે લડાઇ ચાલી રહી હતી.

(6:07 pm IST)