Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચીનમાંથી મોટાપાયે બ્યુટી પ્રોડક્ટનો જથ્થો અમેરિકા પહોંચ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના વિવિધ દમનકારી કેમ્પમાં કેદીઓ પાસે તૈયાર કરાવાયેલી બ્યૂટી પ્રોડક્ટ્સનો મોટો જથ્થો અમેરિકામાં પહોંચ્યો હતો. અમેરિકાના કસ્ટમ વિભાગે આઠ લાખ ડોલરનો ૧૩ ટન જથ્થો જપ્ત કરી લીધો હતો. ચીનના દમનકારી કેમ્પમાં નજરબંધ કરાયેલા કેદીઓ પાસે સૌંદર્યપ્રસાધન અને વાળ ગૂંથણીની વિવિધ પ્રોડક્ટ બનાવાય છે. હ્મુમન રાઈટ્સના નિયમોને નેવે મૂકીને ચીન ડિટેન્શન કેમ્પના કેદીઓ પાસે જથ્થાબંધ ઉત્પાદન કરાવે છેએવો ૧૩ ટન સૌંદર્યપ્રસાધનનો જથ્થો અમેરિકામાં પહોંચ્યો હતો.

                  અમેરિકાએ અંદાજે આઠ લાખ ડોલરના જથ્થાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. અમેરિકાના કસ્ટમ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નરે કહ્યું હતું કે માનવ અધિકારનો ભંગ કરીને તૈયાર થયેલી એક પણ પ્રોડક્ટ અમેરિકામાં વેંચી શકાશે નહીં એવો સ્પષ્ટ મેસેજ કસ્ટમ વિભાગ અને અમેરિકન સરકાર આપવા ઈચ્છે છે. માનવ અધિકારના પાયાના સિદ્ધાંતો પાળ્યા વગર બનાવાયેલી પ્રોડક્ટને અમેરિકાના માર્કેટમાં કોઈ સ્થાન મળશે નહીં.

(5:56 pm IST)