Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પેસેન્જરના શરીરમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું

લંડન તા. ર :.. પ્લેનમાં ટેકિનકલ ખામીને કારણે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડે એવું તો ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ  નેધરલેન્ડસમાં ટ્રાન્સેવિયા એરલાઇન્સની એક ફલાઇટનું લેન્ડિંગ પેસેન્જરમાંથી આવતી અજીબ વાસને કારણે કરાવવું પડયું હતું.  આ ફલાઇટ નેધરલેન્ડસથી સ્પેન જવા ઊપડયું હતું. જો કે હજી તો ફલાઇટ માંડ ઊપડી જ હતી ત્યાં એક પેસેન્જરના શરીરમાંથી નીકળતી દુર્ગંધને કારણે લગભગ બધા જ મુસાફરોનું માથું ફાટવા લાગ્યું. કેટલાક મુસાફરોને તો એને કારણે વોમિટ થવા લાગી. આખરે ફલાઇટને પોર્ટુગલ ડાઇવર્ટ કરીને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું. એ માણસના શરીરમાંથી એટલી ગંધ આવી રહી હતી કે ફલાઇટ અટેન્ડટે તેને બાથરૂમમાં ઊભા રહેવાનું કહી દધું. જાણે મહિનાઓથી કોઇ નહાયું ન હોય એટલી ગંદી વાસ હતી એટલે એરલાઇન્સે મેડિકલ ઇમર્જન્સી ગણાવીને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યુ પેલા માણસને ઉતાર્યો અને પછી ફલાઇટ સ્પેન જવા રવાના થઇ.

(11:33 am IST)