Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કોરોનાની મહામારી વચ્ચે રશિયાએ તૈયાર કર્યો એક ખતરનાક મહા બોમ્બ

નવી દિલ્હી: રશિયાએ ફક્ત પોતાની સૈનાને મજબૂત કરવાના બાદલે સમગ્ર દુનિયાનો નાશ કરી શકે તેવા બોમ્બ બનાવાનુ શરૂ કરી દિધુ છે. રશિયા અમેરિકાની સાથે પશ્ચિમના દેશો તરફથી વધી રહેલા જોખમના પગલે મહાવિનાશક બોમ્બ બનાવવાનુ શરૂ કર્યુ છે. આ બોમ્બને રશિયાની અંતરમહાદ્રિપીય SKIF MISSILEમા લગાવવામા આવશે. રશિયાનુ માનવુ છે કે, આ બોમ્બ તેમના પોતોના બચાવ માટે બ્રહ્માસ્ત્ર હશે, જેનો ઉપયોગ તે સૌથી છેલ્લે કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ખતરનાક બોમ્બ બનાવવાની પાછળ રશિયાનુ તારણ એ છે કે, કોઇ એની સાથે યુદ્ધ કરવાનો વિચાર ના કરી શકે. અને છતા પણ કોઇ પશ્ચિમના દેશએ તેના સાથે યુદ્ધ કરવાની કોશીશ કરી તો, તેનો નાશ કરી દેશે.

(6:34 pm IST)