Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

વેનેઝુએલાની જેલમાં કેદીઓ વચ્ચે લડાઈ:46ના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:વેનેઝુએલાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલ હિન્સાઈલ લડાઈમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃત્યુ નિપજ્યા છે.જયારે અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે દેશની રાજધાની કારકસથી  500 કિલોમીટર દૂર પર દક્ષિણ પૂર્વ ગુઆનેરેમાં લોસ લલાન્સ જેલમાં શુક્રવારના રોજ ભાગવાનો પ્રયાસ કરવા દરમ્યાન આ લડાઈ શરૂ થઇ હતી.

     એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોની હાલત ખુબજ ગંભીર  હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ પણ મ્રુતકઆંકમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે. જેલના ડાયરેક્ટર કાર્લોસ ટોરો પણ આ હિંસામાં ઘાયલ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:27 pm IST)