Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

તમારી પાસે શોપિંગ-બેગ છે? તો એમાંથી હટકે ડિઝાઇનર કપડાં બનાવોઃ આ છે લોકડાઉનમાં નવી સોશ્યલ મીડિયા ચેલેન્જ

સોશ્યલ મીડિયાના રસિયાઓ લોકડાઉનમાં પોતાને વ્યસ્ત રાખવા કાંઇ પણ કરતા રહેછે. એકબીજાને અવનવી ચેલેન્જ આપતા રહે છે. હાલમાં એક નવી ચેલેન્જ શરૂ થઇ છે શોપિંગ -બેગ ચેલેન્જ -ઇન્ટાગ્રામ પર પ્રસરેલી આ ચેલેન્જમાં શોપિંગ-બેગમાંથી ફેશનેબલ વસ્ત્રો તૈયાર કરી એ પહેરીને ઇન્ટાગ્રામ પર ફોટો મુકવાના આ સાથે તમે જો ઇચ્છો અને શોપિંગ-બેગમાંથી બની શકે તો તમે એકસેસરીઝ પણ તૈયાર કરી શકો છો. લોકડાઉનને કારણે બધા સ્ટોર બંધ હોવાથી કપડાં ખરીદવાં અશકય છે એવામાં કાંઇક નવું પહેરવાની ઇચ્છા થાય તો શું કરી શકાય એ પ્રશ્નનો સીધો અને સરળ ઉત્તર ઇન્સ્ટાગ્રામ પર મળ્યો છે. કબાટમાં નવાં વસ્ત્રો નથી તો શોપિંગ-બેગ કાઢીને એમાંથી વસ્ત્રો તૈયાર કરો અનેછવાઇ જાઓ ઇન્સ્ટાગ્રામ પર.

(2:23 pm IST)