Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ભાવિ બચુકડા મહેમાન માટે દંપતીએ ફાર્મમાં મિનિએચર હાઉસ બનાવું

સીડની તા.ર : ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પ્રાંતમાં વાઇન બનાવવા અને વેચવાનો ધંધો કરતા દંપતી ૩૦ વર્ષના ડોમનિક પોલામ્બો અને ર૯ વર્ષની એલીસ કુક થોડા મહિનામાં પપ્પા-મમ્મી બની જશે. એ બન્નેએ ભાવિ મહેમાન માટે અત્યારથી ઘણી તૈયારી કરી રાખી છે. તેમણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર લાકડાં કાપીને એને રંગતા અને બીજી તૈયારી કરતા વિડીયો અપલોડ કર્યા છે. એ બન્નેએ તેમના ભાવિ સંતાન માટે મિની સેલર ડોર સાથેનું કબી હાઉસ બનાવ્યું છે. એની સફેદ એ પીચ રંગની દીવાલો અને દરવાજા છે. વિડીયોમાં એ બન્ને નાનકડા ઘરની ઉપર છાપરાં પણ ગોઠવતાં જોવા મળે છે. ફાર્મના એન્ટ્રી-ગેટ જેવો દરવાજો અને ચાર બારીઓ ધરાવતા એ ટકુકડા ઘરમાં એલીસે રમકડાનું ફ્રિજ પણ ગોઠવ્યું છે. ડોમનિક અને એલીસ લોકડાઉનને કારણે આજકાલ તેમના વાઇનનું ઓનલાઇન વેચાણ કરતાં હોવાથી થોડા ફુરસદમાં પણ છે.

(2:23 pm IST)