Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

હાથનો ઉપયોગ કર્યા વિના આ બહેનની જેમ સીધો ખડક ચડી શકો ?

કેલિફોર્નિયા તા ૨ : અમેરિકાના લગુના નિગુએલ  ટાઉનમાં રહેતી ખડકો  ખુંદવાની શોખીન ઇરેના ઇલિકા નામની ૨૬ વર્ષની યુવતીએ તાજેતરમાં જરા અલગ રીતે ખડક ચડવાનો પ્રયોગ કર્યો હતો. સામાન્યરીતે ઢોળાવ વિનાના સીધા ખડક પર ચડવું હોયતો હાથ અને પગ બંન્નેની જરૂર પડે.રોક-કલાઇમ્બિંગની શોખીન ઇરેનાએ માત્ર પગની મદદથી એક સ્ટીપ ખડક ચડવાની કોશિશ કરી હતી, અને એમાં તે કામિયાબ પણ રહી. ઉપર ચડવાનું હોય ત્યારે ગુરૂત્વાકર્ષણ બળની વિરૂધ્ધ બોડીનું બેલેન્સ જાળવવા માટે હાથ-પગ બન્ને ખડક પર હોય એ જરૂરી મનાય છે, પરંતુ ઇરેનાએ એક નાનકડા ખડક પર હાથનો જરાય ઉપયોગ કર્યા વિના માત્ર ખડકના ખાંચાઓમાં પગ ભરાવીને બોડી સંતુલિત કર્યુ હતું અને પથ્થરને હાથ લગાવ્યા વિના એના પર ચડી ગઇ હતી. આવુ કારનામું કર્યા પછી તેણે બીજા દોસ્તોને આવુ કરવાની ચેલેન્જ આપી છે.

(3:39 pm IST)