Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

હાફ ગર્લ અને હાફ બોય બનીને ગયા

પ્રોમ પાર્ટીમાં પાર્ટનર નહોતો એટલે ભાઇ

રોચેસ્ટર, તા. ર : અમેરિકાના ન્યુયોર્ક રાજયના રોચેસ્ટરની બ્રિગટન હાઇ સ્કૂલમાં ભણતા ૧૬ વર્ષના ટીનેજર વિટ ચીટલે તેની સ્કૂલના વાર્ષિકોત્સવ સમાન પ્રોમ ડેમાં અનોખો વેશ ધારણ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાત એમ હતી કે તેને કોઇ ગર્લફ્રેન્ડ કે ઇવન કોઇ ડાન્સ-પાર્ટનર પણ નહોતી. એ દિવસે મોટા ભાગના સ્ટુડન્ટ્સ તેમના ડાન્સ-પાર્ટનર સાથે આવતા હોય છે. એવામાં ગર્લફ્રેન્ડ ન હોવાની સમસ્યાનો તોડ કાઢવા માટે વિટને તેની મમ્મી કેલીએ જબરો આઇડિયા આપ્યો. બન્ને ગુડવિલ સ્ટોરમાં ગયા અને ત્યાંથી છોકરા અને છોકરી બન્ને માટેનો ડ્રેસ લઇ આવ્યા. બન્નેને અડધા-અડધા કાપીને એમાંથી એક ડ્રેસ તૈયાર કર્યો. એક તરફ પિન્ક રંગનું બ્લાઉઝ અને બ્લેક પલાઝો પહેર્યાં અને બીજી તરફ પર્પલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું. અર્ધ નારીનટેશ્વરનું સ્વરૂપ યાદ આવી જાય એવો આ કોસ્ચ્યુમ પહેરીને તેણે મેકઅપ અને એકસેસરીઝ પણ અનુરૂપ થાય એવી પહેરી. ડાબી બાજુના હાથમાં ફલાવરનું બ્રેસલેટ, કાનમાં ઇયર રિંગ અને વાળમાં બ્રોચ. ડાબી બાજુની આંખમાં મેકઅપ પણ ગર્લ્સ જેવો કર્યો. વિટનું કહેવું હતું કે તે પ્રોમમાં પોતાની જાતને જ પાર્ટનર બનાવીને જઇ રહ્યો છે, કેમ કે મારા કરતા વધુ સારી રીતે મને બીજું કોણ સમજી શકવાનું ?

(11:39 am IST)