Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દક્ષિણી ઈરાનમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા: 31ને ઇજા

નવી દિલ્હી: દક્ષિણી ઇરાનના પર્વતીય વિસ્તારમાં  આજે રોજ  5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેમાં ઓછામાં ઓછા 31 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ભૂકંપના કારણે વીજળી સંચાર વ્યવસ્થાને પણ અસર થઇ છે સરકારી મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપના ઝટકા લગભગ 700 કિલોમીટર દક્ષિણ શિખસ્ત શહેરમાં આવ્યા હતા આ આંચકાના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા જેમાંથી 31 લોકોને ઇજા પહોંચી છે.

(6:44 pm IST)