Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પનામામાં સ્ત્રી-પુરુષનું અનોખું લોકડાઉં જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ લોકડાઉન હેઠળ જીવી રહ્યું છે. આ સંજોગોમાં પનામા નામનાં દેશે એક નવી પહેલ શરૂ કરી છે. આ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે પણ કઇંક નવી જ રીતે કે જેમાં સ્ત્રી અને પુરુષો એકસાથે બહાર ના નીકળી શકે. હકીકતમાં પનામા દેશમાં ઓડ ઇવન સિસ્ટમ અનુસાર લોકડાઉન જાહેર કરાયું છે.

આ લોકડાઉન અનુસાર સ્ત્રી અને પુરુષોને અલગ અલગ રીતે ઘર બહાર નીકળવાનું રહેશે. આ માટે અઠવાડિયાના ત્રણ દિવસ દરમિયાન પુરુષો જ્યારે બાકીનાં ત્રણ દિવસ દરમિયાન સ્ત્રીઓ જરૂરી સામાન લેવા ઘર બહાર નીકળી શકશે. આમ સોમવાર,બુધવાર અને શુક્રવારે ફક્ત મહિલાઓ તેમજ પુરુષોએ મંગળવાર, ગુરુવાર અને શનિવારે બહાર નીકળવાનું રહેશે. રવિવારે તમામ લોકોને ફરજીયાત ઘરમાં રહેવું પડશે. સરકારી અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ સિસ્ટમ 15 દિવસથી વધુ સમય માટે ચાલી શકે છે.આ કારણે દેશમાં પોલીસને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા રહેશે.

 

(6:37 pm IST)