Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

90 વર્ષના આ દર્દીએ વેન્ટિલેટર મુકવાની ના કહી દીધી:કોરોનામાં યુવાન દર્દીઓના જીવ બચાવવા ઉપયોગમાં લેવા જણાવ્યું

નવી દિલ્હી: કોરોના(Corona)થી સંપૂર્ણ પણે પ્રભાવિત ઘણા દેશોમાં વેન્ટિલેટર (Ventilator)ની કમી પડી રહી છે. તેમાં ઈટલી અને અમેરિકા જેવા વિકસિત દેશોનો પણ સમાવેશ થાય છે. ઓછા વેન્ટિલેટર અને વધુ સંખ્યામાં ગંભીર દર્દીઓના કારણે ડોક્ટરો માટે પણ એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું છે કે કયા દર્દીને વેન્ટિલેટર પર મુકે અને કોણે નહીં. પરંતુ એક 90 વર્ષની મહિલાએ પોતેજ પોતાને વેન્ટિલેટર પર મુકવાનું ના પડી દીધી. 90 વર્ષની આ મહિલા સુજેન એચ. બેલ્ઝિયમના બેન્કોમમાં રહતી હતી.

કોરોનાના કારણે સ્થિતિ બગડવાના કારણે તેમણે 20 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ તેમને વેન્ટિલેટર મુકવાની ના પાડી દીધી અને ડોક્ટરોને કહ્યું કે તે વેન્ટિલેટરને જુવાનો માટે રાખે. પોતે જ વેન્ટિલેટર મુકવાની ના પાડનાર સુજેનની ત્યાર બાદ મોત થઈ ગઈ. એક રિપોર્ટ અનુસાર સુજૈને કથિત રીતે ડોક્ટર્સને જણાવ્યું કે, હું આર્ટિફિશિયલ રેસ્પરેશનનો ઉપયોગ નથી કરવા માંગતી. તેને જુવાન માટે બચાવીને રાખો. હું ઠીક છું. જોકે દાખલ થયાના 2 દિવસ બાદ 22 માર્ચે તેમનું મોત થઈ ગયું.

(6:35 pm IST)