Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મનોરંજન માટે ટપાલીઓ બહુરૂપી બન્યા

ઇંગ્લેન્ડમાં ન્યુ કેસલ પાસેના બોલ્ડન ગામમાં ફરતો જોન મેટસન નામનો સરકારી ટપાલ સેવા રોયલ મેલનો ટપાલી કેટલાક અઠવાડિયાંથી ડયુટી દરમ્યાન બહુરૂપીના વેશમાં ફરે છે. કોરોના વાયરસના રોગચાળાને કારણે લોકડાઉનના ગાળામાં હતાશા, નિરાશા કે શુષ્કતા અનુભવતા લોકો પાસે જાય ત્યારે ફેન્સી ડ્રેસ પહેરીને જતો ટપાલી જોન મેટસન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઇસ્ટ બોલ્ડન અને વેસ્ટ બોલ્ડન સહિત ત્રણ ગામડાંમાં ફરતો આ ૩૯ વર્ષનો ટપાલી કયારેક ગ્રીક સોલ્જરના વેશમાં તો કયારેક નર્સરી રાઇમમાં આવતા લિટલ બો પીપના પાત્રમાં જોવા મળે છે. જોન મેટસનનું કહેવું છે કે 'એકાંત, હતાશા, નિરાશા અને શુષ્કતાના સમયમાં હું લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે અવનવા ફેન્સી ડ્રેસમાં ફરૃં છું.'

(11:28 am IST)