Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આને કહેવાય ભાઇબંધીઃ ૧ર વર્ષનો છોકરો ૬ વર્ષથી રોજ તેના દોસ્તને ખભે ઊંચકીને સ્કૂલે લઇ જાય છે

બીજીંગ તા. ર :.. ચીનના સિચુઆન પ્રાંતન મીશાન શહેરમાં બે બાળકો વચ્ચે અદ્ભુત દોસ્તીનો નાતો બંધાયેલો છે. શુ બિન્ગયાન્ગ અને ઝેન્ગ ઝી નામના બાર વર્ષનો છોકરો હાલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. ઝેન્ગને શારીરિક સમસ્યા છે જેને કારણે તે પોતાની મેળે ચાલી નથી શકતો કે નથી ઊભો પણ રહી શકતો. ઝેન્ગનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી તેને સહાય માટે બીજી વ્યવસ્થા પણ પોસાય એમ નથી એટલે શું બિન્ગયાન્ગ તેને પોતાની સાથે સ્કુલે લઇ જાય છે. એ માટે તે ઝેન્ગની આંગળી પકડીને કે વ્હીલચેર પર બેસાડીને નહીં, પરંતુ લીટરલી ઊંચકીને સ્કુલે લઇ જાય છે. ઝેન્ગને માયસ્થેનિયા ગ્રેવિસ નામની તકલીફ છે જે મસલ્સને દિનપ્રતિદિન નબળા બનાવે છે. તેને એક જગ્યાએ બેસાડયો હોય તો ત્યાંથી પોતાની મેળે હલીને બીજે પણ નથી જઇ શકતો. શું રોજ ઝેન્ગના ઘરે જઇને તેને પીઠ પર ઉપાડીને સ્કુલે જાય છે અને સ્કુલમાં પણ આખો દિવસ તેની જરૂરીયાતો પુરી પાડે છે. પાણીની બોટલ ભરી લાવવાની, ખાવા માટે કેન્ટીનમાં જવાનું કે વોશરૂમ લાવવા-લઇ આવવાનું કામ પણ તે જ કરે છે. મસ્કયુલર તકલીફને કારણે ઝેન્ગનું વજન માત્ર રપ કિલોનું છે એમ છતાં ૪૦ કિલો વજન ધરાવતા ૧ર વર્ષના છોકરા માટે આટલું વજન પીઠ પર ઊંચકવાનું મુશ્કેલ તો છે જ. એમ છતાં તે દરેક સીઝનમાં અને આખુંય વર્ષ ઝેન્ગની પડખે રહ્યો છે.

(11:22 am IST)