Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

૭ ભૂકંપ પછી પણ અડીખમ પહાડની કિનારીએ લટકતું ઘર વેચાવા નીકળ્યું છે ૧૦ કરોડ રૂપિયામાં

ન્યુયોર્ક તા ૦૨ : કોલિફોર્નિયામાં સેન ફર્નાન્ડો વેલીમાં એક ૧૭ ઘરોનું ઝૂમખુ છે જે એના વિચીત્ર લોકેશન માટે બહુ જ જાણીતું છે. મોર્ડન આર્કિટેકટ રિચર્ડ ન્યુટ્રાએ ૧૯૬૬ માં આ ઘરો ડિઝાઇન કર્યા હતા. આ ઘરો પહાડની ટોચ પર બનાવવામાં આવ્યાં છે અને એ ઘરોનો અડધોઅડધ  ભાગ પહાડની બહાર ખીણની ઉપર ઝુલતો હોય એવો છે. અલબત,પહાડ સાથે એને મજબુતાઇ આપવા માટે જરૂરી સપોર્ટ નીચેથી લેવામાં આવ્યો છે. પહેલી નજરે આ ઘરોનું લોકેશન જોતા જ આ ઘરો કેટલું ટકશે એવો સવાલ થાય એમ છે, પરંતુ કેલિફોર્નિયામાં આ ઘરો બન્યાં પછી સાત વાર ભૂકંપ આવી ગયા છે, પણ આ ૧૭માંથી એકેય ઘરનો વાળ પણ વાંકો નથી   થયો. તાજેતરમાં   આ ઝુમખામાંથી એક ઘર વેચવા નીકળ્યું છે. વેલી તરફથી આખી દીવાલ કાચની હોવાથી ઘરમાં બેઠા જેે અદ્ભુત વ્યુ જોવા મળે છે એની કિંમત બહું ઊંચી છે. ૧૮૦૦ સ્કવેર ફૂટનું મોડર્ન સ્ટાઇલમાં ડિઝાઇન કરેલું આ ઘર ૧.૫ મિલ્યન ડોલર એટલે કે ૧૦ કરોડ રૂપિયાથી વધુમા ં વેચાવા નીકળયું  છે.

(11:21 am IST)