Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

એન્ટાર્કટિકાના બરફમાંથી મંગળ પર જોવા મળ્યું દુર્લભ ખનીજ

નવી દિલ્હી: ટાઇમ કેપ્સૂલ જેવા એન્ટાર્કટિકાના બરફમાંથી મંગળ પર જોવા મળતું દુલર્ભ ખનીજ મળી આવ્યું છે. ખનીજના આધારે પૃથ્વી અને મંગળ વચ્ચેની સમાનતા વિશે જાણી સમજી શકાશે. ખનીજનું નામ જેરોસાઇટ છે જે મંગળ પર વિપૂલ પ્રમાણમાં હોવાની શકયતા છે. પીળા ભૂરા રંગનું ખનીજ પાણી અને અમ્લની હાજરીમાં પેદા થાય છે. ૧૬ વર્ષ પહેલા મંગળ ગ્રહ પરની સપાટીની નીચે પાણીના સ્થાને પ્રથમ વાર ખનીજ જોવા મળ્યું હતું. સૌથી પહેલા નાસાના માર્સ ઓર્પોચ્યૂનિટી રોવરે વર્ષ ૨૦૦૪માં ભાળ મેળવી હતી.

           પૃથ્વી પર જવાળામૂખીઓની નજીકના વિસ્તારમાંથી મળી શકે છે તેમ છતાં તે અત્યંત દુર્લભ ગણાય છે. મિલાન-બિકોકા યુનિવર્સિટીના જિયોલોજીસ્ટે જાણકારી આપી હતી કે જિયો કેમિકલ પ્રોસેસ એન્ટાર્કટિકાની બરફની કોરમાં શોધવાનું કાર્ય પ્રગતિમાં છેઆમ તો સંશોધકોની ટીમ કશુંક બીજુ શોધતી હતી પરંતુ સંજોગાવસાત જેરોસાઇટ ધ્યાનમાં આવ્યું હતું. ખનીજ મંગળ અને પૃથ્વી વચ્ચેની સમાન બાબતોને શોધવા માટે ખૂબજ આવશ્યક છે.

(5:51 pm IST)