Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

બ્રાઝિલમાં એક સાથે બે દર્દીઓન કોરોના વાયરસના વેરિએંટની અસર સામે આવતા નિષ્ણાતો ચોકી ઉઠ્યા

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણ હજુ મોજૂદ છે અને નવા વેરીએન્ટ પણ સામે આવી રહ્યું છે તે સાથે બ્રાઝીલમાં બે દર્દીઓનો કોરોના વાયરસના બે વેરીએન્ટની અસર એક સાથે નજરે ચડતા તબીબી અને સંક્રમણ નિષ્ણાંતો ચોંકી ઉઠયા હતા. બ્રાઝીલમાં ફરી એક વખત કોરોનાના બે વેરીએન્ટ પ્રસરી રહ્યા છે પરંતુ કોઈ એક વ્યક્તિમાં ડબલ વેરીએન્ટ જોવા મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. અહી ફિવેલ યુનિ.ના સંશોધકોએ અંદાજે 90 દર્દીઓના કોરોના સેમ્પલીંગનો અભ્યાસ કર્યા બાદ તેમાંથી બે ડબલ વેરીએન્ટથી પીડાતા હોવાનું જાહેર થયું છે. જેને હવે પી-વન અને પી-ટુ નામ અપાઈ રહ્યા છે. જેમાં પી-વન વેરીએન્ટ વધુ ઘાતક માનવામાં આવી રહ્યું છે અને તેના પર વેકસીનની અસર પણ ઓછી થઈ રહી છે. નિષ્ણાંતો કહે છે કે બીજા એક દર્દીમાં પી-ટુ અને બી-1-91 વેરીએન્ટ જોવા મળ્યા હતા. આ બન્ને વેરીઅન્ટ પહેલા સ્વીડનમાં જોવા મળ્યા હતા. નિષ્ણાંતો હવે સ્વીકારવા લાગ્યા છે કે એક સાથે બે વેરીએન્ટથી દર્દી સંક્રમીત થઈ શકે છે.

(5:50 pm IST)