Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શાકભાજી કાપવાથી એનાં પોષક તત્ત્વો વધે છે

નવી દિલ્હી તા. ર : સામાન્ય રીતે એવું કહેવામાં આવે છેકે શાકભાજીને કાપવાથી એમાં રહેલા પોષક તત્ત્વો નાશ પામે છે, પણ ન્યુ યોર્કસ્થિત એક ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું છે કે શાકભાજીને કાપવાથી એમાં રહેલા હેલ્ધી એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે જે શરીરમાં ખોરાકને પચાવવા માટે ઉપયોગી હોય છે.

શાકભાજીને કાપવાથી એમાંથી નીકળતાં એન્ટિઓકિસડન્ટ શરીરની ડિફેન્સ સિસ્ટમને સપોર્ટ કરે છે. જો કે કાપ્યા બાદ શાકભજીને લાંબો સમય રાખી મૂકવી ન જોઇએ, કારણ કે એમ કરવાથી એમાં રહેલા પોષક દ્રવ્યો ઓછાં થઇ જાય છે. શાકભાજીમાં વિટામિન-C, પોટેશિયમ સાથે પોલિફિનોલ્સ હોય છેજે એન્િ૭ઓકિસડન્ટ તૈયાર કરે છ.

આ પોલિફીનોલ્સ શરીરમાં ડિફેન્સ સિસ્ટમને વધારે મજબુત બનાવે છે.

(11:54 am IST)