Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

તનાવગ્રસ્ત નવજાત શીશુ વધુ દર્દ થવા છતા નથી રડતા...

નવજાત શીશુ પણ તનાવ મહેસૂસ કરે છે. પરંતુ, તે રડીને વ્યકત કરતા નથી. એક નવી શોધમાં જણાવાયુ છે કે, તનાવ દરમિયાન નવજાતનું માથુ દર્દ માટે તેજ પ્રતિક્રિયા આપે છે. છતા આવા બાળકો રડતા નથી. તનાવ બાળકના માથાની ગતિવિધી અને તેમના વ્યવહાર વચ્ચે એક સ્પષ્ટ અલગતા પેદા કરે છે.

તનાવગ્રસ્ત બાળક દર્દ થતા પ્રતિક્રિયા આપી શકતા નથી. જેના કારણે બાળકની દેખરેખ કરનારને તેના દર્દ વિશે ખબર પડતી નથી. સંશોધકોએ ઉપાય જણાવ્યો છે કે આ પ્રકારના બાળકોને સમજવા માટે અલગ-અલગ રીતે  ઓળખ કરવી જરૂરી છે. યુનિવર્સીટી કોલેજ લંડનના લૌરા જોન્સે જણાવ્યું કે, જ્યારે નવજાત શીશુને એક દર્દભરી પ્રક્રિયાનો અનુભવ થાય છે. તો તેના મસ્તિસ્કની ગતિવિધિ, રડવા અને મોઢા બગાડવા જેવી તેની વ્યાવ્હારીક પ્રક્રિયાઓમાં વૃદ્ધિ થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, બાળક તનાવમાં હોય છે ત્યારે તેનું મસ્તિસ્ક વધુ પ્રતિક્રિયા આપે છે. પરંતુ આ બાળકોની મસ્તિસ્ક ગતિવિધિઓ તેના વ્યવહાર સાથે મળતી નથી અને આવુ તનાવના કારણે જ થાય છે. સંશોધકોએ સ્વાસ્થ્ય નવજાત બાળકોનો અભ્યાસ કર્યો હતો અને ઈઈજી ટેકનીક અને ચહેરાના હાવભાવથી બાળકોના દર્દમાં થતી પ્રક્રિયાનો અંદાજ કાઢ્યો હતો.

(9:48 am IST)