Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જૂના મોડલના આઇફોન માટે ૧૮પ૦ રૂપિયાની બેટરી

નવી દિલ્હી તા. ર : એપલ કંપની આઇફોનના નિતનવા મોડલ બજારમાં મૂકે છે, પણ જૂના આઇફોન માટે બેટરી સહિતના ઉપકરણો જલદી ઉપલબ્ધ કરાવતી નથી એવી ફરીયાદ વચ્ચે હવે કંપનીએ જુના આઇફોનની બેટરી બજારમાં ઝડપથી ઉપલબ્ધ કરાવી છે. અગાઉ આ બેટરી ૭૯ ડોલર (આશરે પ૦પ૦ રૂપિયા)માં મળતી હતી, પણ એના ભાવમાં ધરખમ ઘટાડો કરીને એ હવે ર૯ ડોલર (આશરે ૧૮પ૦ રૂપિયા)માં ઉપલબ્ધ કરાવી છે. આ બેટરી આઇફોન 6, આઇફોન 6S, આઇફોન SE અને આઇફોન 7 માટે ચાલશે.

(9:11 am IST)