Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અમેરિકામાં ચાર માળની બિલ્ડીંગ પરથી નીચે પડતી બાળકીનો જીવ અનોખી રીતે બચ્યો

નવી દિલ્હી: અમેરિકાના મિયામીમાં એક બિલ્ડિંગના ચોથા માળની બારીમાંથી નીચે પડતી બાળકીનો અનોખી રીતે જીવ બચી ગયો છે મિયામીના બચાવ કર્મીની ટીમના કૈપટન ઇગનાટીઅસ કૈરોલે જણાવ્યું છે કે બિલ્ડિંગની બહાર એક તાડનું ઝાડ હતું જેના કારણોસર બાળકીનો જીવ બચી ગયો છે બાળકી સોમવારના રોજ બપોરના સમયે બિલ્ડિંગની બારીમાંથી નીચે પડી રહી હતી પરંતુ તાડના ઝાડના કારણોસર તેની ગતિ ધીમી થઇ ગઈ અને તે ઝાડીઓમાં ફસાઈ ગઈ હતી. બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હાલ તેનો જીવ બચી ગયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(6:15 pm IST)