Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઈન્સ્ટાગ્રામમાં નવું ગ્લોબલ અપડેટ : હવે 'ક્લોઝ ફ્રેન્ડસ' સાથે સ્ટોરી શેર કરી શકાશે

ક્લોઝ ફ્રેન્ડસનું લીસ્ટ બનાવી શકો છો. આ લીસ્ટ માત્ર યુઝર્સ જ જોઈ શકશે

 

નવી દિલ્હી ;જાણીતું સોશિયલ મીડયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં ગ્લોબલ અપડેટ આવી રહી છે. જેની જાહેરાત કંપનીએ એનાં બ્લોગ પર કરી હતી. અપડેટથી તમે લોકોને ક્લોઝ ફ્રેન્ડસ બનાવી શકો છો. ઈન્સ્ટા સ્ટોરી હવે ક્લોઝ ફ્રેન્ડસ સાથે શેર કરી શકાશે

  અપડેટ મુજબ તમે જાતે તમારા ક્લોઝ ફ્રેન્ડસનું લીસ્ટ બનાવી શકો છો. લીસ્ટ માત્ર તમે જોઈ શકશો. લીસ્ટમાં એડ થવા માટે કોઈ તમને રીક્વેસ્ટ પણ કરી શકશે નહી. એટલે તમે જેને તમારા ક્લોઝ ફ્રેન્ડસ લીસ્ટમાં રાખવા માંગો છો એને તમે તમારી પસંદ મુજબ એડ કરી શકશો.

  લોકોને ક્લોઝ ફ્રેન્ડસ લીસ્ટમાં એડ કરવા માટે એમની પ્રોફાઈલ પર જઈને સાઈડ મેનુમાં રહેલાં 'ક્લોઝ ફ્રેન્ડસ' ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.

  જયારે તમે ઈન્સ્ટામાં સ્ટોરી પોસ્ટ કરશો ત્યારે તમને એક નવો ઓપ્શન જોવા મળશે. ઓપ્શન હશે સ્ટોરી શેર કરો 'ક્લોઝ ફ્રેન્ડસ' લીસ્ટ સાથે. લીસ્ટમાં જે લોકો છે માત્ર એની સાથે સ્ટોરી શેર કરવાનો ઓપ્શન અપડેટ બાદ મળશે.

  જો કોઈ વ્યક્તિએ તમને એનાં ક્લોઝ ફ્રેન્ડસ લીસ્ટમાં એડ કર્યા હશે તો તમને એક ગ્રીન ટપકું દેખાશે જયારે તમે એમની સ્ટોરી જોઈ રહ્યાં હશો. એમનાં પ્રોફાઈલ ફોટો ઉપર જે સ્ટોરીની રીંગ બતાવવામાં આવે છે રીંગ તમને ગ્રીન કલરની દેખાશે જો તમે ક્લોઝ ફ્રેન્ડસ લીસ્ટમાં એડ હશો તો.

(12:08 am IST)