Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

બેન્ગકોકમાં ૧૦૩૦ ફૂટ ઊંચી કાચની છત પર સ્કાયવોક ખૂલ્યો

બેંગ્કોક,તા.૧: બેન્ગકોક મોટા ભાગે ઐયાશી માટે જાણીતનું છે, પરંતુ થોડાક સમય પહેલાં અહીંના સૌથી ઊંચા બિલ્ડિંગ કિંગ પાવર મહાનાખોન પર હજાર ફુટથી ઊંચે કાચનો સ્કાયવોક શરૂ થયો છે. ૩૧૪ મીટર એટલે કે ૧૦૩૦ ફૂટની હાઈટ ધરાવતા ૭૮ માળના આ ટાવરમાં ટોપ ફલોર પર ગ્લાસનો સ્કાયવોક એરિયા બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડિંગના ૭૪ અને ૭૫મા માળે ઈન્ડોર ઓબ્ઝવેશન ડેક છે, જયારે ૭૮મા માળે રૂફટોપ પ્લેટફોર્મ અને એક બાર છે. આ બિલ્િંડગ બેન્ગકોક શહેરને ચોમેરથી જોઈ શકાય એ રીતે બન્યું છે. ગ્રાઉન્ડ ફલોર પરથી જ આ ઓબ્ઝર્વેશન ડેકનો વિડિયો ચાલુ થઈ જાય છે. લિફટમાં માત્ર ૫૦ સેકન્ડમાં તમે ૭૪મા માળે પહોંચી જાઓ છો, પરંતુ એ દરમ્યાન લિફટની ચારેય દીવાલો પર બેન્ગકોકની થીમનો વિડિયો ચાલે છે. રૂોપ પર પહોંચીને ગ્લાસના એરિયામાં ચાલવાનું તો ઠીક, ત્યાં ઊભા રહીને નીચે જોવાનું પણ દિલધડક અનુભવ કરાવનારૃં છે. આ ટાવરમાં ઘણી મલ્ટિનેશનલ કંપનીની ઓફિસો પણ છે. આ પ્રોજેકટ માટે લગભગ ૭૨ અબજ રૂપિયાનો ખર્ચ થયો છે.(૩૦.૬)

(3:40 pm IST)