Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

સાઇકલ લઈને પાટા ક્રોસ કરતો હતો અને અચાનક ટ્રેન આવી ગઈ

 લંડનઃતા.૧, નેધરલેન્ડ્સના એક ફાટક પાસેનો વિડિયો હમણાં વાઇરલ થયો છે. એ જોતાં જ ભલભલાનો શ્વાસ અધ્ધર થઈ જાય એમ છે. સાઇકલ લઈને જઈ રહેલા એક ભાઈ બંધ ફાટકની નીચેથી અંદર જાય છે ત્યારે તેને ડાબી બાજુથી એક માલગાડી આવતી દેખાય છે. તે એ માલગાડીને જવા દે છે અને તરત જ સાઇકલ પર ચડીને ટ્રેક ક્રોસ કરે છે. જોકે દૂરના ટ્રેક પર જમણી બાજુથી બીજી સુપરફાસ્ટ ટ્રેન આવી રહી છે એ માલગાડીને કારણે તેને દેખાતી નથી. તે ઓલમોસ્ટ ટ્રેક પર પહોંચે છે ત્યારે જ ટ્રેન પણ તેની એટલી નજીક આવી જાય છે કે તેના બચવાના ચાન્સ બહુ મુશ્કેલ લાગે છે.

જોકે સમયસૂચકતા વાપરીને ચાલક સાઇકલ સ્પીડમાં ભગાવીને ટ્રેક ઓળંગી જાય છે. જાણે 'કિક ' ફિલ્મમાં સલમાન ખાને ચાલતી ટ્રેન સામે સાઇકલનો સ્ટન્ટ કરેલો એવું જ દૃશ્ય રચાય છે. આ વિડિયો સ્થાનિક રેલ-કંપનીએ અપલોડ કર્યો હતો જે એક વીકમાં આઠ લાખ વાર જોવાઈ ચૂકયો છે.

(3:40 pm IST)