Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


બિલાડી કરતાં શ્વાન વધુ બુધ્ધિશાળી હોય છે

ન્યુયોર્ક તા.૧ : જો તમે કોઇ બુધ્ધિશાળી પ્રાણીને પાળવાનું વિચારતા હો તો બિલાડી કરતાં શ્વાનનો ઓપ્શન વધુ સારો છે. અમેરિકાનીવેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે ડોગીનુંમગજ બિલાડી કરતાં અનેકગણુ વધુ સ્માર્ટ હોય છે. એક શ્વાનના મગજમાં પ૩ કરોડ ચેતાતંતુઓ આવેલા છે, જયારે બિલાડીમાં પચીસ કરોડ ચેતાતંતુઓ હોય છે. ચેતાતંતુઓની સંખ્યાના આધારે મગજના ચોક્કસ ભાગો વચ્ચેનું કમ્યુનિકેશન સારૂ કે ખરાબ નિર્ધારીત થાય છે. આ જ કારણોસર ભુતકાળના અનુભવો પરથી તેમજ આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને કેવી રીતેવર્તવું સેફ છે એ નકકી કરવામાં બિલાડીઓ કરતા શ્વાન વધુ માહેર હોય છે.

(10:03 am IST)