Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ક્રૂડ ઓઈલના ભાવ વધારાના કારણોસર આવક વધીને 30.4 અબજ ડોલર થઇ

નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીની આવક ૧૧.૮ અબજ ડોલર હતી.ગયા વર્ષે લોકડાઉન અને કોરોના મહામારીને કારણે માગમાં ઘટાડો અને ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીના નફામાં મોટો ઘટાડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૮૩.૫૦ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. અરામકોના સીઇઓ અમીન નાસેરના જણાવ્યા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે ત્રીજા કર્વાટરના પરિણામ સારા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે અમને  આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ ક્રૂડની માગ સારી રહેશે. 

 

(6:41 pm IST)