Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સેલ્ફીએ બે વિખૂટી પડેલી બહેનોનું મિલન કરાવ્યું: ૧૭ વર્ષ પહેલાં એક બહેનને નર્સ ચોરી ગઇ હતી

કેપટાઉન તા.૧: સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૧૭ વર્ષ પહેલાં જન્મ સમયે જ વિખૂટી પડી ગયેલી બહેનોને તેમની સેલ્ફીએ મેળવી આપી હતી. વાત એમ હતી કે ૧૭ વર્ષ પહેલાં જન્મના ત્રીજા દિવસે એક બાળકીને હોસ્પિટલની નર્સ ચોરીને લઇ જાય છે. સેલેસ્ટ અને મોર્ન નામનું પેરન્ટ યુગલ એ ખોવાયેલી બાળકીને શોધવા આકાશપાતાળ એક કરે છે પણ તેની કોઇ ભાળ મળતી નથી. વર્ષો વીતી ગયા પછી તેમની મોટી દીકરી મિશે કોલેજના છેલ્લા વર્ષમાં હોય છે ત્યારે જ કેસિડી નામની એક છોકરી એડમિશન લે છે. આ બન્ને છોકરીઓ દેખાવમાં એટલી સિમિલર લાગતી હોય છે કે આખી કોલેજ તેમને આઇડેન્ટિકલ ટ્વીન તો નથીને? એવું અવારનવાર પૂછે છે. મિશેને પણ એમાં મજા આવે છે અને તે કેસિડી સાથે અલગ-અલગ પોઝમાં સેલ્ફી લઇને સોશ્યલ મીડિયા પર મૂકતી રહે છે. એક વાર તેના પેરન્ટ્સ આ તસવીરો જોઇ જાય છે અને તે પત્નીને બતાવે છે. મિશેની માને લાગે છે કે આ જ તેની ખોવાયેલી દીકરી હોવી જોઇએ. કેસિડીની જન્મતારીખ કન્ફર્મ કરતાં એ જ દિવસ નીકળે છે જે દિવસે મિશેની નાની બહેનનો જન્મ થયેલો. મોર્ન અને સેલેસ્ટ આ છોકરીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર થાય છે અને રિપોર્ટમાં પણ બહાર આવે છે કે આ જ તેમની ખોવાયેલી દીકરી છે. કેસિડી ૧૭ વર્ષની થઇ ચૂકી હોવાથી તેની પાસે ચોઇસ મુકાય છે કે તેણે પાલક માતાપિતા સાથે રહેવું છે કે બાયોલોજિકલ પેરન્ટસ સાથે કેસિડીએ જૈવિક માબાપ સાથે રહેવાનું નક્કી કરે છે અને છેક ૧૭ વર્ષે પરિવારને ખોવાયેલી દીકરી પાછી મળે છે.

(3:23 pm IST)