Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જાણો હાથમાં બંગળી પહેરવાની માન્યતા વિશે

હિન્દુ ધર્મની મહિલાઓ પોતાના હાથમાં બંગળી પહેરે છે. હાથમાં બંગળી પહેરવાની માન્યતા ઘણા લાંબા સમયથી આવી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે મહિલાઓએ હાથમાં બંગળી પહેરવાનું ધાર્મિક મહત્વ શું છે?

તો જાણો બંગળી પહેરવા પાછળ રહેલ માન્યતા વિશે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે બંગળીઓને પરણેલી મહિલાની શુભ નિશાની માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાના આધારે એવુ કહેવામાં આવે છે કે બંગળી પહેરવાથી પરણેલી મહિલાના પતિની ઉંમર વધે છે. તેના પતિના રક્ષા થાય છે. એવી પણ માન્યતા છે કે, તેનાથી પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ વધે છે અને વૈવાહિક જીવનમાં ખુશી બની રહે છે.

એક પરણેલી સૌભાગ્યવતી મહિલાના કુલ ૧૬ શ્રૃંગાર હોય છે. તેમાંથી એક બંગળી પણ છે. બંગળી વગર કોઈ પણ મહિલાનો ૧૬ શ્રૃંગાર પૂરો થતો નથી. ત્યારે બંગળીનું મહત્વ સમજી શકાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં પણ બંગળી પહેરવાના લાભ દર્શાવાયા છે. આ અનુસાર, બંગળીના રણકારથી નીકળતો અવાજ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. તેનાથી આસપાસના માહોલમાં વ્યાપ્ત ઉદાસી દૂર થઈ જાય છે અને ત્યાંના લોકો હળીમળીને પ્રેમપૂર્વક રહે છે.

(10:34 am IST)