Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મહિલાએ ગર્ભવતી હોવાનો બનાવ્યો રેકોર્ડ ! ડોકટર નથી કરી રહ્યા ડિલીવરી

ચીનની વાંગ સૂઇ નામની એક મહિલાને ૧૭ મહિના સુધી ગર્ભવતી બનવાનો રેકોર્ડ બનાવ્યો

બેઇજિંગ તા. ૧ : કોઈ મહિલા જયારે માતા બને છે તો તેના પેટમાં બાળક ૯ અથવા ૧૦ મહિના રહે છે. પણ જો તમને કહીએ કે એક એવી પણ  સ્ત્રી છે જેની પ્રેગ્રનેન્સીના ૧૭ મહિના પસાર થઈ ચુકયા છે, પરંતુ ડોકટર તેની ડિલીવરી નથી કરી રહ્યા તો, શું તમે વિશ્વાશ કરશો. તમે કદાચ વિશ્વાસ કરશો નહીં પરંતુ તે સાચું છે. ખરેખર, ચીનની વાંગ સુઇ નામની એક મહિલાએ ૧૭ મહિના સુધી ગર્ભવતી બનવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મહિલા વાંગ સુઇ મે ૨૦૧૭થી ગર્ભવતી છે.

આ મહિલાનો દાવો છે કે તે ૧૭ મહિનાથી ગર્ભવતી છે. ગર્ભવતી થયા બાદ તે નિયમિત રૂપે ડોકટર પાસે પણ તપાસ કરાવે છે. ડોકટરે વાંગ માટે ૨૦૧૮ની શરૂઆતમાં બાળકની ડિલીવરીની તારીખ આપવામાં આવી હતી, પરંતુ સમય પૂરો થયા બાદ જયારે શિશુનો જન્મ ન થયો તો તમામ લોકો મુશ્કેલીમાં મુકાય ગયા. ૧૪ મા અઠવાડિયામાં ડોકટરોએ તેને કહ્યું કે તે તેનુ સિઝેરિયન કરીને બાળકને બહાર નહીં લાવી શકે છે. કારણ કે ગર્ભમાં રહેલું બાળક હજુ પણ પરિપકવ નથી.

વાંગ ચેકઅપ કરવા માટે અત્યાર સુધી લગભગ ૩૦ વખત જઇ ચુકી છે. ૧૭ મહિના પસાર થયા બાદ પણ બાળકના શરીરનો વિકાસ થયો નથી, જેના કારણે મહિલાની ડિલીવરી થઇ શકતી નથી. જેમ કે વાંગને ત્યા સુધી રાહ જોવી પડશે જયા સુધી તે ગર્ભમાં રહેલા બાળકનો સંપૂર્ણ રીતે વિકાસ ન થાય. ચીનના ડોકટરોએ ૧૮ મા મહિનામાં બાળકની ડિલીવરી હોવાનો દાવો કર્યો છે.

(4:10 pm IST)