Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગ્લોઇંગ અને કોમળ ત્વચા માટે ટ્રાય કરો હળદળનું ફેસપેક

ઉનાળામાં છોકરીઓને ત્વચા સંબધની  કેટલીય  સમસ્યાનો  સામનો કરવો પડે છે. તમારી ચહેરાની સુંદરતાને નિખારવા ત્વચા સંબધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હળદળનો ઉપયોગ કરી શકો છો. હળદળ ભોજનના સ્વાદ અને રંગ વધારવાની સાથે ત્વચા  સંબધી  સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે. હળદળનો ઉપયોગ કરી તમે સુંદર અને ચમકદાર ત્વચા મેળવી શકો છો.

 જો તમે તમારા ચહેરાની રંગતમાં નિખાર લાવવા ઇચ્છો છો, તો એક વાટકામાં થોડુ દુધ લ્યો. હવે તેમાં એક ચમચી હળદળ મિકસ કરી, તમારા ચહેરા પર લગાવો. હવે તમારા ચહેરા પર હાથથી સર્કુલર મોશનમાં મસાજ કરો. ૧૦ મિનીટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. તેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે.

ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે ત્રણ-ચાર બદામ પાણીમાં પલાળો. સવારે  તેને પીસીને તેમાં થોડી હળદળ, ચણાનો લોટ અને મધ નાખી વ્યવસ્થિત રીતે મિકસ કરો. હવે તેને ચહેરા પર લગાવી સુકાવા દો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો. તેનાથી તમારી ટેનિંગની સમસ્યા દુર થઇ જશે અને ત્વચામાં નિખાર આવશે.

(9:57 am IST)