Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ચીને બનાવ્યુ સૌર ઉર્જાથી ચાલતુ માનવરહિત વિમાન :બે વર્ષના રિસર્ચ બાદ સફળ પરીક્ષણ

વધારેમાં વધારે 8000 મીટરની ઉંચાઈ પર ઉડાન ભરી શકે:

નવી દિલ્હી : ચીને સૌર ઉર્જાથી ચાલતુ એક માનવરહિત વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ વિમાન બે વર્ષના રિસર્ચ બાદ સામે આવ્યુ છે. હવે ચીન આ પ્રકારનાં વિમાનોને હજી પણ વધારે આધુનિક બનાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે.

  આ પ્રકારનાં વિમાનોને કુદરતી આફતો આવવા પર અને અન્ય સમયે ઉપયોગ કરી શકાય છે. ચીને તેનું નામ 'મોજી-2 એમઓઝેડઆઈ 2' રાખ્યુ છે. આ વિમાન 15 મીટરની પાંખોવાળુ અને પુરી રીતે સૌર ઉર્જાથી સંચાલિત છે.

     આ વિમાન વધારેમાં વધારે 8000 મીટરની ઉંચાઈ પર ઉડાન ભરી શકે છે. તેને પુરી રીતે ચાર્જ થવામાં લગભગ 8 કલાકો જેટલો સમય લાગે છે ત્યારબાદ આ વિમાન 12 કલાક સુધી ઉડી શકે છે.

(4:47 pm IST)