Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પરમાણુ મિસાઈલ સ્ટોર કરવા માટે ચીન 100 જેટલી સાઇટ્સનું નિર્માણ કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનની ઈકોનોમી કોરોના કાળમાં પણ તેજીમાં છે અને બીજી તરફ ચીન હથિયારોનો ખડકલો કરી રહ્યુ છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે, ચીને પોતાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા રણમાં પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલો રાખવા માટે 100 જેટલી સ્ટોરેજ સાઈટ તૈયાર કરવા માડી છે.

આ સ્ટોરેજ સાઈટ્સને સાઈલો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આ પ્રકારની મિસાઈલોને સ્ટોર કરીને રાખવામાં આવી છે. ખાસ કરીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સની રેન્જ ઘણી વધારે હોય છે. આ મિસાઈલ્સ એક ખંડમાંથી લોન્ચ કરાયા બાદ બીજા ખંડમાં આવેલા કોઈ પણ દેશને ટાર્ગેટ કરવા માટે સક્ષમ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલની રેન્જમાં દુનિયાના સંખ્યાબંધ દેશ આવી જતા હોય છે.

(6:01 pm IST)