Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

પ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઇ

લંડન તા. ૧: ઇંગ્લેન્ડના બાથ શહેરમાં રહેતી કેટ લિવેલિન-વોટર્સ નામની મહિલાને અજીબોગરીબ કારણસર શ્રવણક્ષમતામાં ઓટ આવવા માંડી છે. ૪ર વર્ષની કેટ ર૦૧૩માં પહેલી વાર પ્રેગ્નન્ટ થઇ ત્યારે જ તેની ૬૦ ટકા શ્રવણક્ષમતા ઘટી ગયેલી. જયારે તેનો પતિ વારંવાર બૂમો પાડીને બોલાવતો છતાં કેટને ન સંભળાતું ત્યારે તેમની વચ્ચે આ બાબતે ઝઘડો પણ થતો. જોકે જયારે દીકરો રડતો હોય કે બોલાવતો હોય ત્યારે પણ કેટ કોઇ રીએકશન ન આપે એ વાત પતિને જરા ગંભીર લાગી. તરત પત્નીને લઇને તે કાનના ડોકટર પાસે ગયો અને તપાસ કરાવી તો ખબર પડી કે પ્રેગ્નન્સી દરમ્યાન તેના કાનમાં ઓસ્ટોસ્કલેરોસિસ થયું છે. એમાં કાનની અંદરના બે નાનાં હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે જેને કારણે તેને સંભળાતું નથી. જયારે તેણે બીજા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની શ્રવણક્ષમતામાં કુલ ૭૦ ટકાથી વધુ ઘટાડો થઇ ગયો. ડોકટરોના કહેવા મુજબ આવું કોઇપણ કારણસર થઇ શકે છે. કેટના કિસ્સામાં પ્રેગ્નન્સીને કારણે શરીરમાં આવતા બદલાવોને કારણે થયું છે એ એચરજ પમાડનારી વાત છે. તકલીફ એ છે કે હજીયે તેની બહેરાશનું પ્રમાણ વધી જ રહ્યું છે અને હવે તો તેણે લિટરઅલી હિયરિંગ એઇડ કાને ભરાવીને રાખવાં પડે છે.

(3:50 pm IST)