Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદના કારણોસર 10 લોકોના મોત

નવી દિલ્હી: સ્થાનિક સમાચાર એજન્સી  દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદના કારણોસર જુદી જુદી ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યુ છે તેમજ અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વધુમાં મળતી માહિતી મુજબ ઓકારા શહેરના તારિક અબાદ વિસ્તારમાં વાવાઝોડા દરમ્યાન એક દિવાલ ધરાશાયી થતા આંઠ લોકો મોતને ભેટ્યા હતા. તેમજ ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક નિવાસી અને બચાવદળના સભ્યોએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહો તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે  ખસેડ્યા જેમાં ત્રણ મહિલા ચાર બાળક સહીત એક પુરુષનો સમાવેશ થઇ રહ્યો છે.

(6:22 pm IST)